રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારના વિજેતાઓને સન્માનિત કરશે
Live TV
-
ઉપરાંત રાષ્ટ્રપતિ મશહૂર અભિનેતા સ્વર્ગીય વિનોદખન્નાને મરણોપરાંત દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરશે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારના વિજેતાઓને સન્માનિત કરશે. આ ઉપરાંત રાષ્ટ્રપતિ મશહૂર અભિનેતા સ્વર્ગીય વિનોદખન્નાને મરણોપરાંત દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરશે. રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની જાહેરાત 13 એપ્રિલે કરાઈ હતી. જેમાં સર્વશ્રેષ્ઠ અભિનેત્રી શ્રી સ્વર્ગસ્થ શ્રીદેવીને તેની ફિલ્મ મોમ માટે ,પુરસ્કાર આપવાની જાહેરાત કરાઈ હતી. આસામી ભાષાની ફિલ્મ ,વિલેજ રોક સ્ટાર સર્વશ્રેષ્ઠ ફિચર ફિલ્મ ,અને બાહુબલીને સર્વશ્રેષ્ઠ લોકપ્રિય મનોરંજક ફિલ્મનો પુરસ્કારથી નવાજવામાં આવશે. ફિલ્મ નગરકિર્તન માટે રીદ્ધી સિંગને સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર અપાશે. મલીયાલય ફિલ્મ ભયાનકમ માટે જયરાજને સર્વશ્રેષ્ઠ નિદેશકનો પુરસ્કાર અપાશે.
