પ્રધાનમંત્રીની વીડિયો શેર કરી જનતા જાગૃતિની અપીલ
Live TV
-
કોરોના વાયરસ સામે જનતા જાગૃત માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટવીટના માધ્યમથી વીડિયો શેર કર્યો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ટવીટર પર એક વીડિઓ શેર કર્યો છે. આ વીડીઓમાં તેમને કોરોના વાઈરસ થી બચવા માટે સાવચેતી રાખવા જણાવ્યું છે. તેમને જણાવ્યું કે થોડા સમય માટે રાખેલી સાવચેતી ઘણો મહત્વનો પ્રભાવ પાડશે તેમજ ઘણા લોકોના આ સાવચેતીથી જીવ બચાવી શકાશે. દેશભરમાં કુલ કોરોના વાઈરસના ૨૫૮ કેસ નોંધાયા છે જેમાં ૨૩૧ લોકોની સારવાર ચાલી રહી છે અને ૨૨ લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે. સંક્રમણના કારણે ૪ લોકોના મૃત્યુ થઇ ચુક્યા છે. મહારાષ્ટ્રમાં સંક્રમણના સૌથી વધુ ૪૯ કેસ સામે આવ્યા છે જયારે કેરળ માં ૩૩ કેસ નોંધાયા છે.
