કોરોનાને લઇને ICMRની ગાઇડ લાઇન્સ
Live TV
-
કોરોના વાયરસને લઇને ઇન્ડિયન કાઉન્સીલ ઓફ મેડીકલ રીસર્ચે , એક ગાઇડ લાઇન્સ ઇસ્યુ કરી છે. જેમાં કોરોના વાયરસ સામે સાવચેતીના પગલાંની માહિતી આપવામાં આવી છે..
કોરોના વાયરસને લઇને ઇન્ડિયન કાઉન્સીલ ઓફ મેડીકલ રીસર્ચે , એક ગાઇડ લાઇન્સ ઇસ્યુ કરી છે. આ ગાઇડ લાઇન્સમાં કોરોના વાયરસના બચાવ અંગે , જાણકારી આપી છે. ગત 14 દિવસ દરમિયાન વિદેશ પ્રવાસ કરનાર તમામ લોકોએ , 14 દિવસ ઘરમાં રહેવું જોઇએ. ગાઇડ લાઇન્સમાં કહેવાયું છે , કે સબંધીત વ્યક્તિની તપાસ ત્યારે કરાવવી , જ્યારે તેના પર કોરોનાના લક્ષણ દેખાય. ICMR ની આ ગાઇડ લાઇમ્સ મા કહેવાયું છે , કે તાવ, ઉધરસ , અને શ્વાસ લેવામા તકલીફ હોય , ત્યારે તપાસ કરાવો. પરિવારમાં એક વ્યક્તિ સંક્રમીત હોય , તો તેને ઘરમાં કોરોન્ટાઇન કરવામાં આવે. હાઇ રીસ્ક વાળા લોકોના સંપર્કમાં આવેલા ની , પાંચ થી 14 દિવસમાં એકવાર તપાસ કરાવવી જરૂરી છે.
