Skip to main content
Settings Settings for Dark

જાણો, કેબિનેટના 9 મહત્વના નિર્ણયો

Live TV

X
  • કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદ અને પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે આયુષ અને હેલ્થ વેલ્થ સેન્ટરના 12500 નવા કેન્દ્રો બનાવવામાં આવશે તેમજ મેન્યુફેક્ચરીંગ કલ્સ્ટર યોજનાની શરુઆત કરવામાં આવશે

    કેબિનેટે 9 જેટલા મહત્વના નિર્ણયો લીધા છે. આ અંગે માહિતી આપતા કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદ અને પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે આયુષ અને હેલ્થ વેલ્થ સેન્ટરના 12500 નવા કેન્દ્રો બનાવવામાં આવશે તેમજ મેન્યુફેક્ચરીંગ કલ્સ્ટર યોજનાની શરુઆત કરવામાં આવશે. રવિશંકર પ્રસાદે જણાવ્યુ કે 2025સુધી ઈલેકટ્રોનીક અને મોબાઈલ મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રમાં 20 લાખ લોકોને રોજગાર મળશે અને 4 રાજ્યોમાં મેડિકલ ડિવાઈસ પાર્ટસ બનાવવામાં આવશે. કેબિનેટે આ માટે 3400 કરોડ રૂપિયાની મંજુરી આપી છે. સાથે સાથે કપાસની ખરીદી માં થયેલ નુકસાનની ભરપાઈ માટે પણ 1059 કરોડની વ્યવસ્થા કરવામાં આવી છે જેનો સીધો લાભ ખેડૂતોને મળશે. તો બેઠકમાં બેલ્જીયમની સંધિ ને લઈને પણ મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે. ઈલેક્ટ્રોનિક ક્ષેત્રમાં પણ ભારતને મેન્યુફેક્ચરીંગ હબ બનાવવા માટે પણ ઘણી બધી યોજનાઓની શરુઆત કરવામાં આવી છે.જેમાં પ્રોડક્શન લીંક ઈન્સેન્ટીવની પણ વાત કરવામાં આવી છે. વિદેશની મોટી મોટી કંપનીઓ જો ભારતમાં રોકાણ કરે તો તેમને 4થી6 ટકા તેમજ નાની કંપનીઓ રોકાણ કરે તો તેમને શરુઆતમાં 25 ટકા જેટલુ ઈન્સેન્ટીવ સરકાર દ્વારા આપવામાં આવશે. સાથે જ ફાર્મા સેક્ટરને પણ ઘણાં મોટા નિર્ણયોની મંજૂરી કેબિનેટ દ્વારા આપવામાં આવી છે. મેડિકલ ડિવાઈઝના નિર્માણ માટે ભારત આત્મનિર્ભર બને તે માટે અલગથી ડ્રગ્સ પાર્ક અને પ્રોડક્શન ડિવાઈઝ પાર્ટસનું નિર્માણ કરવામાં આવે તેની માટે સરકારે છુટ આપી છે.આમ મેક-ઈન-ઈન્ડીયાને પ્રોત્સાહન આપવા માટે કેબિનેટે ઘણાં મહત્વના નિર્ણયો લીધા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply