આરોગ્ય મંત્રાલયની જનતાને જનતા કર્ફ્યુમાં ભાગીદારીની અપીલ
Live TV
-
આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જનતા ને જનભાગીદારીના રુપે જનતા કર્ફયુનો અમલ કરવા જણાવ્યુ
આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જનતા ને જનભાગીદારીના રુપે રવિવારે જનતા કર્ફયુનો અમલ કરવા જણાવ્યુ હતુ.આ ઊપરાંત તેમણે કહ્યું કે માસ્ક અને સેનેટાઈઝરના ઊત્પાદન પર ભાર મુકવામાં આવ્યો છે.દરેક વ્યક્તિએ માસ્ક પહેરવાની જરુર નથી. અને જો પહેરે તો ટ્રીપલ લેયર માસ્ક પણ ચાલી શકે છે. જેને શરદી ખાંસી હોય તેવા વ્યક્તિઓએ જ માસ્ક પહેરવું. તેમણે વધુમાં જણાવ્યુ હતું કે માસ્ક અને સેનેટાઈઝરની કિંમતો નક્કી કરી લેવામાં આવી છે.જેમાં ટુ લેયર માસ્કના 8 રુપિયા તો સેનેટાઈઝરના 100 રુપિયા રાખવામાં આવ્યા છે. આ ઊપરાંત તેમણે જણાવ્યુ કે ભારતમાં હાલ લોકડાઊન જેવી કોઈ જ સ્થિતિ નથી. આ ઊપરાંત આરોગ્ય મંત્રાલય દ્વારા જવાબદાર નાગરિક તરીકે પોતાની ફરજ નિભાવી કોઈપણ અફવા પર ધ્યાન ન આપવા અપીલ કરાઈ હતી. તેમજ જણાવાયું હતું કે હવે કોરોનાનો ટેસ્ટ આઈસીએમઆર ની 111 લેબમાં કરવામાં આવશે.તો દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસને કારણે , 4 લોકોના મોત થયાં છે , અને 256 કેસ સંક્રમિત છે , જ્યારે 22 જણાને સ્વસ્થ થયા બાદ , રજા અપાઈ છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 49 , જ્યારે કેરળમાં 35 સંક્રમીત કેસ સામે આવ્યા છે. દેશભરમાં આજે રાત્રે 12 વાગ્યાથી , રવિવારના રાત્રે 10 વાગ્યા સુધી , રેલવે સેવા બંધ રહેશે.કોરોના વાઈરસની મહામારીથી બચવા મહારાષ્ટ્ માં પણ વિશિષ્ટ વ્યવસ્થા કરવામાં આવી છે.
