પ્રધાનમંત્રીની સુરક્ષા પર ગૃહમંત્રીએ યોજી સમીક્ષા બેઠક
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હત્યાના ષડયંત્રના ખુલાસાને ધ્યાનમાં રાખીને ગૃહપ્રધાન રાજનાથ સિંહે સોમવારે પીએમ મોદીની સુરક્ષાની સમીક્ષાને લઈને એક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી.
બેઠકમાં આ સંબંધમાં મહારાષ્ટ્ર સરકાર પાસે મળેલા રિપોર્ટ પર ચર્ચા થઈ, જેમાં માઓવાદી સંગઠનો સાથે જોડાયેલા ઘણા લોકોની ધરપકડ દરમિયાન મળેલા પૂરાવામાં પીએમ મોદીને નિશાને લેવાનો ઉલ્લેખ હતો. બેઠક દરમિયાન ગૃહપ્રધાને તમામ સંબંધિત એજન્સીઓ અને અધિકારીઓને પ્રધાનમંત્રીની સુરક્ષાને લઈને તમામ મહત્વના પગલા ભરવાનો નિર્દેશ આપ્યો.
આ ઉચ્ચસ્તરીય બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલ, કેન્દ્રીય ગૃહ સચિવ અને આઈબી પ્રમુખ સિવાય એજન્સીઓ સાથે જોડાયેલા ઘણા અધિકારીઓ હાજર રહ્યાં હતા.
