રેલવે મંત્રીએ રેલવેના આધુનિકીકરણ અંગે પત્રકારો સાથે કરી વાતચીત
Live TV
-
મંત્રીએ જણાવ્યું હતું કે રેલવે મંત્રાલય મહાત્મા ગાંધીના વિચારો પર આગળ કામ કરશે
કેન્દ્રીય રેલવે મંત્રી પિયુષ ગોયલે આજે દિલ્હી ખાતેથી વીડિયો કોન્ફરન્સના માધ્યમ દ્વારા પત્રકારો સાથે વાતચીત કરી હતી. મોદી સરકારના ચાર વર્ષ દરમ્યાન રેલવેના આધુનિકરણ તથા સેવાઓમાં થયેલ વૃદ્ધિની માહિતી આપી હતી.
મંત્રીએ જણાવ્યું હતું કે રેલવે મંત્રાલય મહાત્મા ગાંધીના વિચારો પર આગળ કામ કરશે અને તેમની જન્મ જયંતિના 150 વર્ષની ઉજવણીના ભાગ રૂપે છેવાડાના માનવી સુધી રેલવેની સેવાને પહોંચાડશે.
અમદાવાદ ડી.આર.એમ. ઓફિસ ખાતે ઉપસ્થિત પત્રકારો દ્વારા પણ ગુજરાતના સંદર્ભમાં પૂછવામાં આવેલ બુલેટ ટ્રેનના પ્રશ્નોનો જવાબ આપતા તેમણે જણાવ્યું કે ગુજરાત તથા મહારાષ્ટ્ર સરકાર વચ્ચે મંત્રણા ચાલુ છે, ત્યારે ટૂંક સમયમાં બુલેટ ટ્રેનનું કાર્ય ચાલુ થઇ જશે. આ ઉપરાંત નાના સ્ટેશનોના વિકસાવવાની વાત કરી હતી.
