નાણામંત્રી જેટલીએ જજની નિમણૂંક મામલે કોંગ્રેસને આપ્યો જવાબ
Live TV
-
જેટલીએ તેમના ફેસબુક બ્લોગમાં કોંગ્રેસને જવાબ આપતાં, જુદા-જુદા લેખકો દ્વારા લખાયેલા ન્યાયાધીશની નિમણૂક અંગેના લેખોને બ્લોગ પર શેર કર્યો છે.
કેન્દ્રિય નાણામંત્રી અરૂણ જેટલીએ ન્યાયાધીશની નિમણુંક મામલાને પુનર્વિચાર માટે મોકલાવવાની કોંગ્રેસની માંગણીનો જવાબ આપ્યો છે. જેટલીએ તેમના ફેસબુક બ્લોગમાં કોંગ્રેસને જવાબ આપતાં, જુદા-જુદા લેખકો દ્વારા લખાયેલા ન્યાયાધીશની નિમણૂક અંગેના લેખોને બ્લોગ પર શેર કર્યો છે.
તેમણે જવાહરલાલ નહેરુના સમયે સુપ્રિમ કોર્ટના જજ બાસુ જગન્નાથદાસની નિયુક્તિનું ઉદાહરણ આપ્યું અને જણાવ્યું કે કોંગ્રેસ પાર્ટી સાથે તેમના નજીકના સંબંધ હોવાથી તેમની નિમણુક કરવામા આવી હતી.
અરૂણ જેટલીએ વધુમાં ઉમેર્યું હતું કે, આજના સમયમાં આવી રાજકીય ભલામણ અંગે વિચારવુ પણ અશક્ય છે. ઈન્દિરા ગાંધીના સમયનું એક ઉદાહરણ આપતા અરૂણ જેટલીએ જણાવ્યું હતું કે, ન્યાયાધીશોની સામાજિક કે રાજનિતિક વિચારધારાના માધ્યમથી ન્યાયિક નિમણૂકને પ્રભાવિત કરવા માટે પ્રધાનમંત્રી દ્વારા વૈચારિક રૂપથી પ્રતિબધ્ધ કાયદામંત્રીની નિમણૂક ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ વળાંક હતો.
કાયદામંત્રી એચ.આર. ગોખલે અને ખનીજ મંત્રી મોહન કુમાર મંગલમની જોડીની મુખ્ય પ્રાથમિકતા ઉચ્ચતમ ન્યાયાલય દ્વારા ગોખલનાથ મામલામાં આપેલા નિર્ણયને બદલવાની હતી. જેટલીએ જણાવ્યું કે તેમને આ બ્લોગ એટલા માટે લખ્યો કે કોંગ્રેસને તેમના કાર્યોનું દર્પણ બતાવી શકે.
