નોકરશાહીમાં પ્રવેશ માટે સરકારે કર્યો મોટો ફેરફાર
Live TV
-
પ્રશાસનમાં તમામ ખાનગી ક્ષેત્રના કુશળ વ્યક્તિઓના અનુભવોનો લાભ ઉઠાવવા માટે સરકારે વિભિન્ન વિભાગોમાં સંયુક્ત સચિવ સ્તરના અધિકારીઓની કરારના આધારે નિયુક્તિ કરવા માટે અરજી મંગાવી છે.
મોદી સરકારે નોકરશાહીમાં પ્રવેશ મેળવવા માટે મોટો ફેરફાર કર્યો છે. હવે રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશના અધિકારી, જાહેર ક્ષેત્ર, વિશ્વવિદ્યાલય અને શોધ સંસ્થામાં કામ કરનારા ખાનગી ક્ષેત્રમાં ઉચ્ચ પદ સંબંધિત વિષયમાં 15 વર્ષનો અનુભવ રાખનારા સરકારના કરાર આધારે સંયુક્ત સચિવના પદ પર કામ કરી શકશે.
આ કરાર ત્રણ વર્ષ અને વધુમાં વધુ પાંચ વર્ષનો રહેશે. બહુપક્ષીલેટર એંટ્રીની ઔપચારિક અધિસૂચના સરકાર દ્વારા જારી કરી દેવામાં આવી છે. સરકાર આ માટે સર્વિસ નિયમમાં જરૂરી ફેરફાર કરશે. પીએમઓમાં રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે વિભિન્ન વિભાગોમાં સંયુક્ત સચિવ તરીકે 10 પદ માટે લેટરલ એન્ટ્રી સાથે જોડાયેલી અધિસૂચના પર કહ્યું કે, તેનાથી હાજર સ્ત્રોતોમાંથી સર્વશ્રેષ્ઠને પસંદ કરવાનો અવસર મળશે.
