Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રીને માલદીવનું સર્વોચ્ચ સન્માન 'નિશાન ઇઝ્ઝુદ્દીન'થી સન્નમાનીત કરાયા

Live TV

X
  • નેબર હૂડ ફર્સ્ટ એટલે પાડોસી પહેલાની નિતી અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બીજી વાર પ્રધાનમંત્રી બન્યા બાદ માલદિવની મુલાકાતે પહોચ્યાં છે. માલે ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ગાર્ડ ઓફ ઓનર સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

    નેબર હૂડ ફર્સ્ટ એટલે પાડોસી પહેલાની નિતી અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બીજી વાર પ્રધાનમંત્રી બન્યા બાદ માલદિવની મુલાકાતે પહોચ્યાં છે. માલે ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ગાર્ડ ઓફ ઓનર સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માલદિવના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ મોહમ્મદ સોલીહ અને તેમનું પ્રતિનિધિ મંડળ હાજર રહ્યું હતું. અહીં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિઝીટર બુકમાં પોતાની લાગણીઓ ટાંકી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને માલદીવ તરફથી માલદીવનું સર્વોચ્ચ નાગરિક સન્માન 'નિશાન ઇઝ્ઝુદ્દીન' સન્નમાનથી માલદિવના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ મોહમ્મદ સોલીહના હસ્તે સન્નમાનીત કરવામાં આવ્યાં હતા. આ પૂર્વે પ્રધાનમંત્રી મોદી માલદિવમાં રિમોટ દ્રારા દરિયાઇ કાંઠાના નિરીક્ષણ વ્યવસ્થા અંગેના પ્રકલ્પનું ડીજીટલ અનાવરણ કર્યું હતું. આ સાથે માલદિવમાં ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે ભારત ક્રિકેટ સ્ટેડિયમના નિર્માણમાં પણ યોગદાન આપશે જેના ભાગરૂપે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માલદીવના રાષ્ટ્રપતિને બેટ ભેટ રૂપ આપ્યું હતું. વિદેશ મંત્રાલયના મુજબ આ યાત્રાના મુખ્ય ઉદેશ્યમાં પડોશીઓ સાથે સંબધ ગાઢ કરવા, માલદીવના ઈકોનોમી પાર્ટનર બનવું અને ભારત અને માલદીવના લોકો વચ્ચે સંબંધ સારા કરવાના ઉદેશ્યથી આ યાત્રા કરવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply