પ્રધાનમંત્રીનો નમો એપ દ્વારા સ્વાસ્થ્ય યોજનાઓના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ
Live TV
-
વિશ્વની સૌથી મોટી હેલ્થકેર સ્કીમ આયુષ્યમાન ભારત જે મોટાભાગે મોદી કેર તરીકે ઓળખાય છે તેની સફળતા અંગે પ્રધાનમંત્રીએ સંતોષ વ્યક્ત કરતાં લાભાર્થીઓ સાથે આજે વાતચીત કરી હતી.
વિશ્વની સૌથી મોટી હેલ્થકેર સ્કીમ આયુષ્યમાન ભારત જે મોટાભાગે મોદી કેર તરીકે ઓળખાય છે તેની સફળતા અંગે પ્રધાનમંત્રીએ સંતોષ વ્યક્ત કરતાં લાભાર્થીઓ સાથે આજે વાતચીત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નમો એપ દ્વારા સ્વાસ્થ્ય યોજનાઓના લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાત કરી હતી. તેમણે આ સમયે જણાવ્યું હતું કે, બીમારી માત્ર શારીરિક હોતી નથી, પરંતુ તેની અસર સમગ્ર પરિવાર પર પડે છે. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લાં ચાર વર્ષમાં કેન્દ્ર સરકારે અનેક મહત્વના પગલાં લીધા છે. ગરીબોને યોગ્ય સારવાર મળે એ માટે નવી હોસ્પિટલો તથા મેડિકલ ક્ષેત્રે નવા તબીબોની ભરતી પણ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી જન ઔષધી પરિયોજના અંતર્ગત દેશભરમાં 3600થી વધુ જન ઔષધિ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે. જેમાં 700થી વધુ જેનરિક દવાઓ અત્યંત સસ્તી કિંમતે સામાન્ય નાગરિકને મળે છે. 90 ટકા જેટલી કિંમતોમાં ઘટાડો થયો છે. કીડનીના દર્દીઓ માટે પ્રધાનમંત્રી ડાયાલીસીસ યોજના શરૂ કરી છે
