અરૂણ જેટલીએ રાહુલ ગાંધીની રાજકીય સમજ પર ઉઠાવ્યા સવાલ
Live TV
-
કેન્દ્રીય મંત્રી તથા ભાજપા નેતા અરૂણ જેટલીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની રાજનૈતિક સમજણ તથા પરિપકવતા પર સવાલો ઊઠાવ્યા
કેન્દ્રીય મંત્રી તથા ભાજપા નેતા અરૂણ જેટલીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની રાજકીય સમજણ તથા પરિપકવતા પર સવાલો ઊઠાવ્યા છે. તેમણે પોતાના ફેસબુક બ્લોગ પર લખ્યું છે કે, ઉદ્યોગપતિઓની લોન માફ કરવાના રાહુલ ગાંધીના આરોપો સંપૂર્ણતઃ નિરાધાર તથા તથ્ય હિન છે. લોન લઈને ભાગી ગયેલા ઉદ્યોગપતિઓને મોદી સરકાર દેવાળિયા તરીકે જાહેર કર્યા છે. બેન્ક ડિફોલ્ટર્સ પર સખત કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. ખેડૂતોને લોન નહીં આપવાનો રાહુલ ગાંધીનો આરોપ તદ્દન તથ્યહિન છે. યુપીએ સરકારમાં જ એનપીએની સમસ્યા ઊભી થઈ હતી. અત્યાર સરકાર એક એક મજબૂત પગલું ભરીને બેન્કિંગ વ્યવસ્થાને સુધારી રહી છે. ભારત એ વિશ્વમાં સૌથી વધુ ઝડપથી વિકસી રહેલો દેશ છે, અને સામાન્ય જનને પણ રોજગારી મળી રહી છે.
