ડાક સેવકોના વેતનમાં 56 ટકાનો વધારો, 3.7 લાખ કર્મચારીઓને લાભ થશે
Live TV
-
કેન્દ્રીય કેબિનેટે બુધવારે કેટલાક મહત્ત્વના નિર્ણયો લીધા હતા. જેમાં ડાક સેવકોના વેતન અને ભથ્થામાં વધારાનો નિર્ણય પણ સામેલ છે. કેબિનેટે દેશના 3 લાખ 7 હજાર ડાક સેવકોના વેતન-ભથ્થામાં સૌથી મોટો વધારો કરવાની જાહેરાત કરી છે. તેના કારણે એમના વેતનમાં 56 ટકાનો વધારો થશે.
નવા પ્રસ્તાવ મુજબ ત્રણ અલગ અલગ શ્રેણીમાં 2,295 રૂપિયાથી લઈને 10 હજાર રૂપિયા, 2745 રૂપિયાથી લઈને 12 હજાર રૂપિયા તથા 4,115 રૂપિયાથી લઈને 14,500 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણયને પગલે 1,258 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. નવા વેતન ધોરણો 1 જાન્યુઆરી, 2016થી લાગુ થશે. અત્યાર સુધીના એરિયર્સની ચુકવણી એક હપ્તામાં કરવામાં આવશે. સરકારે મૃતક કર્મચારીના આશ્રિતને નોકરી આપવાના નિર્ણયને પણ મંજૂરી આપી છે.
