BJPનું જનસંપર્ક અભિયાન, અમિત શાહએ કરી અદાકાર માધુરી દીક્ષિત સાથે મુલાકાત
Live TV
-
આગામી લોકસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા સમગ્ર રાજ્યમાં સંપર્ક અભિયાન શરૂ કર્યું છે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ રમત-ગમત, ફિલ્મી હસ્તિઓ સહિત ઉધોગપતિઓ સાથે મુલાકાત કરી રહ્યા છે
2019ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપના અધ્યક્ષ અમિત શાહ એ સંપર્ક અભિયાન શરૂ કર્યું છે. જનસંપર્ક અભિયાન અંતર્ગત તેઓ મશહૂર અદાકારા માધુરી દીક્ષિતને મળ્યા હતા. ઉપરાંત બપોર બાદ તેમણે રતન ટાટા સાથે પણ મુલાકાત કરી હતી. આ પ્રસંગે ,મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સહિત ભાજપના અન્ય નેતાઓ પણ હાજર રહ્યા હતા. આ પહેલા તેઓ પૂર્વ ક્રિકેટર કપિલ દેવને પણ મળી ચૂક્યા છે. સાથે સાથે જ ગઠબંધનમાં નારાજ હોય તેવા સાથીદારોને પણ મનાવવાના પ્રયાસો શરૂ કર્યા છે.
