Skip to main content
Settings Settings for Dark

150 વર્ષ જૂની ગ્રામીણ પોસ્ટ સેવાના વેતનમાં વધારો, કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં લેવાયો નિર્ણય

Live TV

X
  • દિલ્હી ખાતે કેબિનેટ મિટીંગ યોજાઈ, જેમાં દેશના હિતને લગતા કેટલાક અગત્યના નિર્ણયો લેવામાં આવ્યા છે. રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે, અલ્હાબાદમાં ગંગા નદી ઉપર 6 લેન બ્રીજને મંજૂરી આપવામાં આવી હતી. તેની સાથે 3 લાખ સોલર સ્ટ્રીટ લાઈટ અને 25 લાખ સોલર સ્ટડી લેમ્પને મંજૂરી આપવામાં આવી હતી.

    રવિશંકર પ્રસાદ, રામવિલાસ પાસવાન, મનોજસિન્હા અને જીતેન્દ્રસિંહની હાજરીમાં પત્રકાર પરિષદ યોજી કેબિનેટમાં લેવાયેલ નિર્ણયો વિશે જાણકારી અપાઈ હતી. જેમાં સૌથી અગત્યનો નિર્ણય 150 વર્ષ જૂની ગ્રામીણ પોસ્ટ સેવામાં વેતન અને ભથ્થામાં વધારાને લગતો નિર્ણય લેવાયો છે.

    આ કેબિનેટમાં શેરડી પકવતા ખેડૂતોને રાહત પહોંચે તે માટે અગત્યનો નિર્ણય લેવાયો હતો. જેની જાહેરાત કરતા રામવિલાસ પાસવાને જણાવ્યું કે, ખાંડના વધુ ઉત્પાદન પગલે 30 લાખ ટન ખાંડનો બફર સ્ટોક બનાવવામાં આવશે. જેને પગલે ખાંડ મિલોને 1, હજાર 175 કરોડ 1 વર્ષમાં સરકાર તરફથી આપવામાં આવશે. સાથે જ ઈથેનોલને વધારો આપવા માટે સસ્તા દરે લોન આપવામાં આવશે. જે માટે સસ્તા લોન માટે 45 હજાર કરોડ ફાળવાયા છે. સાથે જ સ્પેસને લગતા પણ બે મોટા નિર્ણયોની જાહેરાત કરતા જીતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, G.S.L.V.માર્ક -3 ના કાર્યક્રમને આગળ વધારતા આજે 4 કરોડ 3 લાખ 38 હજાર રૂપિયાને આ કાર્યક્રમ માટે મંજૂરી અપાઈ છે. P.S.L.V- 3 નો અગાઉથી ચાલતા કાર્યક્રમમાં 6 હજાર 573 કરોડ ફાળવાયા છે. આ ઉપરાંત ઈન્ડિયા ફ્રાંસ વચ્ચે ટેકનીકલ એમઓયુ, ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એમઓયુ, ડેનમાર્ક સાથે સ્માર્ટ અર્બન ડેવલપમેન્ટ ,નેધરલેન્ડ સાથે વોટર મેનેજમેન્ટને લગતા એમઓયુ ના નિર્ણય લેવાયા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply