પ્રધાનમંત્રી અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી વચ્ચે આજે વર્ચુઅલ બેઠક યોજાઈ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના વચ્ચે આજે વર્ચુઅલ બેઠક યોજાઈ. જેમાં કોરોના કાળ દરમ્યાન યોજાયેલી આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બન્ને દેશો વચ્ચે સહયોગ મજબૂત કરવા અંગે ચર્ચા કરી હતી. ઉપરાંત બંને દેશો વચ્ચે દ્વીપક્ષીય સંબંધોના દરેક મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. બંને દેશો વચ્ચે ચિલહાટી - હલ્દી ઘાટી રેલ માર્ગ પર માલ ગાડી પરિવહનની નવી વ્યવસ્થા કરવામાં આવી. જેનું ઉદ્ઘાટન આ બેઠકમાં કરવામાં આવ્યું. બાંગ્લાદેશના પ્રધાનમંત્રીએ ઓક્ટોમ્બર 2019માં ભારતમાં પ્રવાસ કર્યો હતો. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ માર્ચ 2020માં મુજીબ બોરશો પર વિડીયો સંદેશ આપ્યો હતો. કોરોના મહામારીના સમય દરમ્યાન બંને દેશના નેતાઓ એકબીજા સાથે સતત સંપર્કમાં છે.