ભારતીય સંચાલિત ઇસરો આજે સંચાર ઉપગ્રહ CMS - 01નું પરિક્ષણ કરશે
Live TV
-
ભારતીય સંચાલિત ઇસરો આજે સંચાર ઉપગ્રહ CMS - 01નું PSLV - C 50 રોકેટ મિશન દ્વારા પરિક્ષણ કરશે. ધ્રુવિય ઉપગ્રહ પ્રક્ષેપણ યાન એટલે કે PSLV નું આ બાવનમું અભિયાન છે. શ્રી હરિકોટાના દ્વીતીય સ્થળ પરથી આજે બપોરે 3 કલાક 41 મિનિટે PSLV-C-50 રોકેટ અંતરિક્ષમાં મોકલવામાં આવશે. જો કે આ પરિક્ષણનો વાતાવરણ પર પણ આધાર છે. કાલે ઇસરોએ પરિક્ષણ માટે 25 કલાકનું કાઉન્ટડાઉન શરૂ પણ કરી દીધુ છે. CMS - 01એ ભારતનો 42મો સંચાર ઉપગ્રહ છે. અને ભારતની મુખ્ય ભૂમિકાની સાથે આ ઉપગ્રહ અંદામાન- નિકોબાર,લક્ષદ્વીપના સમૂહને કવર કરી ફ્રીક્વન્સીસ સ્પેક્ટ્મ વિસ્તારમાં સીબેન્ડ સેવાઓ ઉભી કરવા તૈયાર કરવામાં આવ્યો છે. PSLV-C-50 રોકેટ મિશન પર એક માત્ર CMS - 01 ઉપગ્રહ રવાના થઇ રહ્યુ હોવાથી દૂરસંચારની સેવાની ગુણવતામાં સુધારો આવશે. આ ઉપગ્રહની મદદથી ટીવી ચેનલોના પિક્ચરોની ગુણવત્તામાં સુધારો આવશે. આ ઉપરાંત સરકારને ટેલી એજ્યુકેશન ટેલી મેડિશન માટે એકબીજા સાથે આપ-લે માટે સારી એવી મદદ મળી રહેશે. આ સેટેલાઇટને 2011માં લોન્ચ કરવામાં આવી હતી. અને જીસેટ-2 ટેલિકોમ્યુનિકેશન સેટેલાઇટની જગ્યા પર સ્થાન લેશે. CMS - 01 અગાઉ સાત વર્ષ સુધી સેવા પૂરી પાડશે. CMS - 01 ઉપગ્રહને અંતરિક્ષમાં પૃથ્વીની કક્ષાએ 42 હજાર 164 કિલોમિટર બિંદુ પર સ્થાન અપાશે. કોરોનાકાળમાં ઇસરોનુ આ બીજુ મિશન છે.