Skip to main content
Settings Settings for Dark

કેબિનેટ બેઠકમાં લેવાયેલા મહત્ત્વના નિર્ણયોની જાહેરાત કરાઈ

Live TV

X
  • કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફરન્સ દ્વારા કેબિનેટ બેઠકમાં લેવાયેલા મહત્ત્વના નિર્ણયોની જાહેરાત કરી હતી. કેબિનેટની આ બેઠકમાં ખાંડનું ઉત્પાદન કરતા ખેડૂતો માટે હિતકારી નિર્ણય લેવાયો છે. જે અંતર્ગત જે ખેડૂત 60 લાખ ટન ખાંડની નિકાસ કરશે તે ખેડૂતોને સરકાર 3,500 કરોડ રૂપિયાની સબસિડી અપાશે. આ સબસિડીનો લાભ દેશના કુલ 5 કરોડ ખેડૂતો તેમજ ખાંડના વ્યવસાય સાથે સંકળાયેલા 5 લાખ કામદારોને મળશે. મહત્ત્વનું છે કે, આ નિકાસ પેટે માત્ર એક જ અઠવાડિયામાં 5,368 કરોડ રૃપિયા ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે. આ બેઠકમાં સંશોધિત ખર્ચા માટે 6,700 કરોડ રૃપિયાની મંજૂરી અપાઇ છે. જે અંતર્ગત 6 પૂર્વોત્તર રાજ્યમાં વિજળીના આધારભૂત માળખામાં સુધારાની કામગીરીને વિસ્તારવા માટે નિર્ણય લેવાયો છે. જેને કારણે આ રાજ્યોની વિજળી ક્ષમતામાં વધારો થશે અને ખેતી ઉદ્યોગ - ધંધાને આર્થિક વેગ મળશે. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે આ પરિષદમાં સ્પેક્ટ્રમની હરાજીનો નિર્ણય લેવાયો હોવાની પણ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે, 2,251 મેગા હર્ટ્ઝ બેંડની હરાજી થશે. આ હરાજી માટે CCSએ નેશનલ સિક્યોરિટી ડાયરેક્ટિવ ઓન ટેલિકોમ્યુનિકેશન સેક્ટરને મંજૂરી આપી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-12-2024 Max Temp : °C Min Temp : °C
apply