Skip to main content
Settings Settings for Dark

શું છે મ્યુકરમાયકોસિસ રોગ? અહીં મળશે બધી માહિતી

Live TV

X
  • હમણાંથી મ્યુકરમાયકોસિસ નામના રોગ વિશે સાંભળ્યું કે વાંચ્યું હશે. જેને લઈને ફરી એક વાર અફવાઓનું બજાર ગરમ થઈ રહ્યું છે. આ બાબતને લઈને રોગથી ડર્યા વગર તેના વિશેની માહિતી જાણવી જરુરી છે. મ્યુકરમાયકોસિસ વિશે માહિતી આપતા ડોક્ટર જે.પી.મોદીએ જણાવ્યું છે કે, આ કોઈ નવો રોગ નથી તેમજ ચેપી રોગ પણ નથી. પરંતુ ડાયાબિટીસ, કિડની કે કેન્સરની લગતી બિમારી ધરાવતા દર્દીઓમાં મ્યુકરમાયકોસિસનું પ્રમાણ વધુ જોવા મળે છે. અત્યાર સુધીમાં સિવિલ હોસ્પિટલમાં 46 મ્યુકરમાયકોસિસના કેસ જોવા મળ્યા છે. તેમજ આ રોગનું નિદાન પણ શક્ય છે. એક મ્યુકોરમાઇકોસીસથી પીડિત દર્દીને સાજા કરવા 3 થી 4 લાખનો ખર્ચ થાય છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તદ્દન નિ:શુલ્ક સારવાર કરવામાં આવે છે. અગાઉ કેન્સર કે કિડની જેવી ગંભીર બિમારી ધરાવતા દર્દીઓમાં આ રોગનું ચલણ હતુ. પરંતુ હાલ કોરોના અથવા કોવિડ બાદ ખાસ કરીને ડાયાબિટીસ ધરાવતા દર્દીઓને સાયનસ અથવા ફંગલનું ઇન્ફેક્શન થતુ જોવા મળે છે. ત્યારબાદ તે મ્યુકરમાયકોસિસમાં પરિણમે છે. મ્યુકોરમાઇકોસીસની સારવાર શક્ય છે માટે તેનાથી ગભરાવાની જરૂર નથી પરંતુ સાવચેતી રાખવાની જરૂર છે. આ રોગનું ઝડપી અને સચોટ નિદાન જ આ રોગ સામે રક્ષણ અપાવી શકે છે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-12-2024 Max Temp : °C Min Temp : °C
apply