એમએસપીના મુદ્દે ખેડૂતોને લેખિતમાં ખાતરી આપવા સરકાર તૈયાર
Live TV
-
કૃષી મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ખેડૂતોને ખુલ્લો પત્ર લખ્યો છે. પત્રમાં અન્નદાતાઓને સરકારનું આશ્વાસન આપતાં લખ્યું છે કે, MSPને લઇને લેખિતમાં આશ્વાસન આપવામાં આવે છે. રાજ્યોને APMCની બહાર બજાર લગાવવા ઉપર વેરો લગાવવાની અનુમતિ મળશે. વિવાદને અટકાવવા માટે અદાલતમાં જવાનો વિકલ્પ આપવામાં આવે છે. રાજ્યના કૃષિ સમજુતી કરારને પંજીકૃત કરવાનો અધિકાર છે. ખેડૂતોની જમીન ઉપર અન્ય કોઇએ અધિકાર કરવો શક્ય નથી. જમીનના હસ્તાંતરણ, વેંચાણ, લીઝ અને ગિરવીની અનુમતિ નથી. ખેડૂતોની જમીન પર કોન્ટ્રાક્ટર દ્વારા કોઇ સ્થાયી પરિવર્તન કરી શકાશે નહીં. તેમજ કિસાનોની જમીન જપ્ત કરવાની અનુમતી પણ નથી.