સ્વદેશી ઉદ્યોગના રૂ.27 હજાર કરોડના ઉપકરણો ખરીદવાની સંરક્ષણ મંત્રાલયની મંજૂરી
Live TV
-
સરંક્ષણ મંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં રક્ષા ખરીદ પરિષદની બેઠક યોજવામાં આવી હતી. જેમાં સ્વદેશી ઉદ્યોગના 27 હજાર કરોડના ઉપકરણોને ખરીદવાની મંજૂરી આપવામાં આવી છે. પરિષદે 28 હજાર કરોડની કુલ લાગતના ખરીદી પ્રસ્તાવને પણ મંજૂરી આપી છે. એનાથી મેક ઇન ઇન્ડિયા અને સરકારની આત્મનિર્ભર ભારત પહેલને પ્રોત્સાહન મળશે. સ્વીકૃતી પ્રસ્તાવમાં ડીઆરડીઓની ભારતીય વાયુસેના એવોન અર્લી વોરનિંગ એન્ડ કન્ટ્રોલ સિસ્ટમ ભારતીય નૌવ સેના માટે આપત્તિ ત્રિતીય કસ્તી પોત અને ભારતીય સેના માટે મોડ્યુલર પુલ સામેલ છે. આનાથી સ્વદેશી ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે.