પ્રધાનમંત્રીએ ખેડૂતોને અપાવ્યો વિશ્વાસ: MSP છે અને બંધ નહીં થાય
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશમાં ખેડૂત મહાસંમેલનમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે હવે ભારતની ખેતી અને ખેડૂત પછાત રહેવાના નથી. એક સમય હતો જ્યારે ખેડૂતો યૂરિયા લેવા લાંબી લાઇન લગાવીને ઉભા રહેતા હતા. પરંતુ હવે એવા દ્રશ્યો જોવા મળતા નથી. નરેન્દ્ર મોદીએ ખેડૂતોને હૈયાધારણ આપી હતી કે સ્વામીનાથન કમિટીના રિપોર્ટ પ્રમાણે ખેડૂતના હિતમાં જ કામ થયું છે. તેમજ પ્રધાનમંત્રીએ વિપક્ષ ઉપર ચાબખા મારતા જણાવ્યું હતું કે વિપક્ષ કૃષિ કાયદા પર રાજકારણ ન રમે, અત્યાર સુધી વિપક્ષે ખેડૂતોને ગેરમાર્ગે જ દોર્યા છે તેમના કાર્યકાળમાં કશું નક્કર કામ થયું નથી. વિપક્ષે મોટી મોટી વાતો કરીને ખાલી વોટ ભેગા કર્યા છે અને હાલમાં ખેડૂતોને જમીન ગુમાવવાની બીક બતાવીને પોતાના રાજકીટ રોટલા શેકી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે હવે ખેડૂત હિતમાં જે કામ થઈ રહ્યું છે તે બાબતે વિપક્ષ પચાવી શકતો નથી. સાથે જ વડાપ્રધાને ઉદ્યોગજગતને હાકલ કરી હતી કે તેઓ કૃષિ ઉપજનનો સંગ્રહ કરવા માટે કોલ્ડ સ્ટોરેજ તેમજ અન્ય રીતે સંગ્રહ કરવાની ટેકનોલોજી વિકસાવે અને ખેડૂતોને મદદરૂપ થવાની દિશામાં આગળ વધે.