કેન્દ્રીય કૃષિમંત્રીનો ખેડૂતોને પત્ર: સરકાર MSP પર લેખિતમાં ખાતરી આપવા તૈયાર
Live TV
-
કૃષી મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ખેડૂતોને ખુલ્લો પત્ર લખ્યો છે. પત્રમાં અન્નદાતાઓને સરકારનું આશ્વાસન આપતાં લખ્યું છે કે, MSPને લઇને લેખિતમાં આશ્વાસન આપવામાં આવે છે. રાજ્યોને APMCની બહાર બજાર લગાવવા ઉપર અનુમતિ મળશે. વિવાદને અટકાવવા માટે અદાલતમાં જવાનો વિકલ્પ આપવામાં આવે છે. રાજ્યના કૃષિ સમજુતી કરારને પંજીકૃત કરવાનો અધિકાર છે. ખેડૂતોની જમીન ઉપર અન્ય કોઇએ અધિકાર કરવો શક્ય નથી. જમીનના હસ્તાંતરણ, વેંચાણ, લીઝ અને ગિરવીની અનુમતિ નથી. ખેડૂતોની જમીન પર કોન્ટ્રાક્ટર દ્વારા કોઇ સ્થાયી પરિવર્તન કરી શકાશે નહીં. તેમજ કિસાનોની જમીન જપ્ત કરવાની અનુમતી પણ નથી. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર દ્વારા ખેડૂતોને લખવામાં આવેલા પત્રની પ્રસંશા કરી છે. તેમણે આ પત્રને ટ્વિટ કરતાં લખ્યું કે, કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે ખેડૂત ભાઇ બહેનોને પત્ર લખીને પોતાની ભાવના વ્યક્ત કરી એક વિનમ્ર સંવાદ કરવાનો પ્રયત્ન કર્યો છે. બધા અન્નદાતાઓને મારો આગ્રહ છે કે તેને જરૂર વાંચે. દેશ વાસિયોને આગ્રહ છે કે આ પત્રને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવામાં આવે.