દેશમાં કોવિડથી સ્વસ્થ થવાનો દર 95.4% થયો
Live TV
-
છેલ્લામાં ગઇકાલે 31 હજારથી વધારે લોકો કોવિડ-19થી સ્વસ્થ થવાની સાથે જ દેશમાં આ દર 95.4 ટકા સુધી પહોંચી ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, અત્યાર સુધી 95 લાખ 20 હજારથી વધારે લોકો સ્વસ્થ થઇ ચૂક્યા છે. દેશમાં સંક્રમિત લોકોની સંખ્યા માત્ર 3.14 ટકા જ છે. આ સમયે દેશમાં લગભગ 3 લાખ 13 હજાર લોકોની સારવાર ચાલી રહી છે.
દેશમાં ગઇકાલે 22,889 નવા મામલાની પુષ્ટિ થવાની સાથે જ દેશમાં સંક્રમિતોની સંખ્યા 99 લાખથી વધી ગઇ છે. દેશમાં મૃત્યુદર 1.45 ટકા છે, જે વિશ્વમાં સૌથી ઓછો છે. ગઇકાલે 338 લોકોના મૃત્યુ સાથે મૃતકોની સંખ્યા વધીને 1 લાખ 44 હજાર 789 થઇ ગઇ છે.સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે પ્રભાવશાળી રણનીતિના ઉપયોગ અને ઉચ્ચ સ્તરીય તપાસ, ઓળખ અને ઉપચારથી સ્વસ્થ થવાના રેટમાં વધારો થયો છે, જેથી મૃત્યુદરમાં ઘટાડો નોંધાયો છે. ICMR અનુસાર છેલ્લા 24 કલાક દરમિયાન 11 લાખ 13 હજારથી વધારે કોવિડ સેમ્પલની તપાસ કરવામાં આવી છે. દેશમાં અત્યાર સુધી 15 કરોડ 89 લાખ કોવિડ નમૂનાઓની તપાસ થઇ ચૂકી છે.