પ્રધાનમંત્રી આજે અમદાવાદ સહીત ત્રણ શહેરોમાં રસી સુવિધા સ્થળની મુલાકાત લેશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રસી વિકાસ અને ઉત્પાદન પ્રક્રિયાની વ્યક્તિગત સમીક્ષા કરવા માટે આજે કુલ 3 શહેરોની મુલાકાત લેશે. જેમાં તેઓ અમદાવાદના ઝાયડસ બાયોટેક પાર્ક, હૈદરાબાદમાં ભારત બાયોટેક અને પુણેમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની મુલાકાત લેશે.
ભારત કોવિડ-19 સામેની લડતના નિર્ણાયક તબક્કામાં પ્રવેશ્યું છે ત્યારે પ્રધાનમંત્રીની આ સુવિધા સ્થળની મુલાકાત અને વૈજ્ઞાનિકો સાથેની ચર્ચા નાગરિકોને રસી આપવાના ભારતના પ્રયાસો, પડકારો અને રોડમેપના પ્રથમ દ્રષ્ટિનો પરિપ્રેક્ષ્ય મેળવવામાં મદદ કરશે.
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટવીટ કરીને જણાવ્યું હતું કે, આખા વિશ્વની નજર કોવિડ વેકસીનના સફળ નિર્માણમાં લાગેલી છે. કરોડો ભારતીય પણ આ જ વિશ્વાસ સાથે વેકસીનની રાહ જોઈ રહ્યા છે. ત્યારે વેકસીનની પ્રગતિની સમીક્ષા માટે ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ આવી રહ્યા છે.
