Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી આજે ઊર્જા ક્ષેત્રની સુધારેલી વિતરણ ક્ષેત્ર યોજનાનો પ્રારંભ કરશે

Live TV

X
  • આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી સુધારેલ વીજ વિતરણ યોજનાનો પ્રારંભ કરશે. જેનો ઉદ્દેશ ડિસ્કોમ અને ઊર્જા વિભાગોની પરિચાલન કાર્યક્ષમતા અને નાણાકીય ટકાઉક્ષમતામાં સુધારો કરવાનો છે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોરે 12:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગથી  ‘ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય – પાવર @2047’ની પરાકાષ્ઠાને અંકિત કરતી ગ્રાન્ડ ફિનાલેમાં ભાગ લેશે. આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી સુધારેલી વિતરણ ક્ષેત્ર યોજનાનો પ્રારંભ કરશે અને NTPCની વિવિધ ગ્રીન એનર્જી પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરશે. છેલ્લાં આઠ વર્ષમાં ઊર્જા ક્ષેત્રમાં થયેલા પરિવર્તનને દર્શાવવા માટે આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે આ કાર્યક્રમ 25 થી 30 જુલાઈ દરમિયાન યોજાયો હતો. તેનો ઉદ્દેશ્ય નાગરિકોમાં જાગૃતિ અને સરકારની વિવિધ યોજનાઓ અને કાર્યક્રમોમાં લોકોની ભાગીદારી વધારીને સશક્તિકરણ કરવાનો છે.

    આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી સુધારેલ વીજ વિતરણ યોજનાનો પ્રારંભ કરશે. જેનો ઉદ્દેશ ડિસ્કોમ અને ઊર્જા વિભાગોની પરિચાલન કાર્યક્ષમતા અને નાણાકીય ટકાઉક્ષમતામાં સુધારો કરવાનો છે. નાણાકીય વર્ષ 2021-22 થી નાણાકીય વર્ષ 2025-26 સુધીના પાંચ વર્ષના સમય દરમિયાન આ યોજના પાછળ રૂપિયા 3 લાખ કરોડ કરતાં વધારે ખર્ચ કરવામાં આવશે. આ યોજનાનો ઉદ્દેશ્ય વિતરણ માટેની માળખાકીય સુવિધાઓના આધુનિકીકરણ અને મજબૂતીકરણ માટે ડિસ્કોમને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે, જેના દ્વારા છેવટના ગ્રાહકોને પુરવઠાની વિશ્વસનીયતા અને ગુણવત્તા સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. આ યોજના પરિચાલન કાર્યક્ષમતામાં સુધારો કરીને અને તમામ રાજ્ય-ક્ષેત્રના ડિસ્કોમ અને પાવર વિભાગોની નાણાકીય સ્થિરતા પૂરી પાડીને 2024-25 સુધીમાં સમગ્ર ભારતમાં 12-15%ના AT&C (એગ્રિગેટ ટેકનિકલ અને કોમર્શિયલ) નુકસાનમાં ઘટાડો કરવાનો અને ACS-ARR (એવરેજ કોસ્ટ ઓફ સપ્લાય - એવરેજ રેવન્યુ રીઅલાઇઝ્ડ) અંતરાયને ઘટાડીને શૂન્ય પર લાવવાનો ઉદ્દેશ પણ ધરાવે છે.

    પ્રધાનમંત્રી NTPCની 5,200 કરોડ રૂપિયાથી વધુના હરિત ઊર્જા પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ પણ કરશે. તેઓ તેલંગાણામાં 100 મેગાવૉટની રામાગુંદમ ફ્લોટિંગ સોલર પરિયોજના અને કેરળમાં 92 મેગાવૉટની કયામકુલમ ફ્લોટિંગ સોલર પરિયોજનાનું પણ ઉદ્ઘાટન કરશે. તેઓ રાજસ્થાનમાં 735 મેગાવૉટની નોખ સોલાર પરિયોજના, લેહમાં ગ્રીન હાઇડ્રોજન મોબિલિટી પરિયોજના અને ગુજરાતમાં કુદરતી ગેસ સાથે કાવાસ ગ્રીન હાઇડ્રોજન બ્લેન્ડિંગ પરિયોજનાનો શિલાન્યાસ કરશે. રામાગુંદમ પરિયોજના ભારતની સૌથી મોટી ફ્લોટિંગ સોલર PV પરિયોજના છે જેમાં 4.5 લાખ ‘મેડ ઇન ઇન્ડિયા’ સોલર PV મોડ્યૂલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કયામકુલમ પરિયોજના ભારતની બીજી સૌથી મોટી ફ્લોટિંગ સોલર PV પરિયોજના છે જેમાં પાણી પર તરતી 3 લાખ ‘મેડ ઇન ઇન્ડિયા’ સોલર PV પેનલોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 

    રાજસ્થાનના જેસલમેરમાં નોખ ખાતેનો 735 મેગાવૉટની સોલાર PV પરિયોજના એ એક જ સ્થાને 1000 MWp સાથેની ભારતની સૌથી મોટી સ્થાનિક કન્ટેન્ટ રિક્વાયરમેન્ટ આધારિત સોલાર પરિયોજના છે. જેમાં, ટ્રેકર સિસ્ટમ સાથે હાઇ-વોટેજ બાયફેસિયલ PV મોડ્યૂલ્સનો ઉપયોગ કરવામાં આવશે. લેહ, લદ્દાખ ખાતે શરૂ થનારી ગ્રીન હાઇડ્રોજન મોબિલિટી પરિયોજના એક પાયલોટ પ્રોજેક્ટ છે અને તેનો ઉદ્દેશ લેહ અને તેની આસપાસમાં પાંચ ફ્યુઅલ સેલ બસો દોડાવવાનો છે. આ પાયલોટ પ્રોજેક્ટ ભારતમાં જાહેર ઉપયોગ માટે ફ્યુઅલ સેલ ઇલેક્ટ્રિક વાહનોની પ્રથમ નિયુક્તિ હશે. NTPC કાવાસ ટાઉનશીપ ખાતે ગ્રીન હાઇડ્રોજન બ્લેન્ડિંગ પાયલોટ પ્રોજેક્ટ એ ભારતની પ્રથમ ગ્રીન હાઇડ્રોજન બ્લેન્ડિંગ પરિયોજના હશે જે કુદરતી ગેસના વપરાશમાં ઘટાડો કરવામાં મદદરૂપ થશે.

    તેઓ સૌરઊર્જાના રાષ્ટ્રીય રૂફટોપ પોર્ટલનો આરંભ કરશે, જેનાથી રૂફટોપ સોલર પ્લાન્ટ્સના ઇન્સ્ટોલેશનનું ઑનલાઇન ટ્રેકિંગ કરી શકાશે. તેમાં અરજીની નોંધણીથી પ્લાન્ટની સ્થાપના અને નિરીક્ષણ પછી ગ્રાહકોના બેંક ખાતામાં સબસિડી આપવાની યોજના છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2025 Max Temp : °C Min Temp : °C
apply