ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 20,408 નવા કેસ નોંધાયા અને 44 દર્દીઓના મૃત્યુ
Live TV
-
અત્યાર સુધીમાં કોરોનાની રસીના કુલ 203.94 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 20,408 નવા કેસ નોંધાયા અને છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 44 દર્દીઓના મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાકમાં 20,958 દર્દી કોરોનામાંથી સાજા થતા અત્યાર સુધીમાં કુલ 4,33,30,442 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. હાલમાં કુલ એક્ટીવ કેસ 1,43,384 છે. છેલ્લા 24 કલાકમાં 33,87,173 લોકોને કોરોનાની રસી આપવામાં આવતા અત્યાર સુધીમાં રસીના કુલ 203.94 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.
ગુજરાતમાં શુક્રવારે 29 જુલાઈના રોજ કોરોનાના નવા 1,128 કેસ નોંધાયા છે, તો ત્રણ વ્યક્તિના કોરોનાથી મોત નિપજ્યાં છે અને 902 દર્દી સાજા થયા છે. શુક્રવારે કોરોનાના અમદાવાદમાં 400, વડોદરામાં 152, ગાંધીનગરમાં 86, સુરતમાં 116, રાજકોટમાં 51, મહેસાણામાં 79, ભાવનગરમાં 19, કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાથી ત્રણ દર્દીના મોત નીપજ્યાં છે. ગુજરાતમાં ગઇકાલે સાંજે 5 વાગ્યા સુધીમાં 5 લાખ 73 હજાર 627 વ્યક્તિનું કોરોના રસીકરણ કરવામાં આવ્યું છે, જ્યારે રાજયમાં કોવિડ-19 થી સાજા થવાનો દર 98.63 ટકા નોંધાયો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 12 લાખ 36 હજાર 031 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.