પ્રધાનમંત્રી આજે પણ વિવિધ દેશોના વડાઓ સાથે દ્વિપક્ષીય બેઠક યોજશે
Live TV
-
સંમેલનના પ્રથમ દિવસે પણ અનેક દેશોના વડાઓ સાથે કરી હતી બેઠક
G-20 સંમેલનને લઈ વિશ્વભરના અતિમહત્વના 20થી વધુ દેશોના રાષ્ટ્રીય અધ્યક્ષો હાલ ભારતમાં છે..જેને લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત અલગ અલગ દેશો સાથે દ્વીપક્ષીય વાતચીત કરી રહ્યા છે...જેમાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી UAE, નાઈઝિરિયા, કોમોરષ, તુર્કિ, બ્રાઝિલ, EUના રાષ્ટ્રીયધ્યક્ષો અને કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો સાથે દ્વીપક્ષીય વાતચીત કરશે. સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે પણ દ્વીપક્ષીય બેઠકમાં ભાગ લેશે અને વર્કિંગ લંચ પણ ફ્રાંસના રાષ્ટ્રપતિ સાથે કરશે.ઉલ્લેખનીય છે કે, G-20 2023 દરમિયાન PM નરેન્દ્ર મોદીએ અમેરિકા, ઈટલી, જાપાન, યુનાઈટેડ કિંગડમ, અને બાંગલાદેશના રાષ્ટ્રાધ્યક્ષો સાથે દ્વીપક્ષીય વાતચીત કરી લીધી છે..
