G-20 શિખર સંમેલનનો આજે બીજો અને અંતિમ દિવસ
Live TV
-
G-20 ના રાષ્ટ્રધ્યક્ષો રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાજંલિ અર્પિત કરશે
ભારતમાં યોજઈ રહેલા G 20 સંમેલનમાં પહેલા દિવસ ખૂબ જ અસરકાર અને અનેક સફળતાઓ સાથે પૂર્ણ થયો છે. ત્યારે આજે G20 સંમેલનનો બીજો અને છેલ્લો દિવસ છે. બીજા દિવસે વિશ્વભરથી ભારત આવેલા G 20 ના રાષ્ટ્રધ્યક્ષો ભારત મંડપમના દક્ષિણ પ્લાઝા ખાતે વૃક્ષારોપણ સમારોહમાં હાજરી આપશે.સાથે જ ભારત મંડપમ ખાતે અતિ મહત્વની ત્રીજી અને અંતિમ બેઠકમાં ભાગ લેશે. G-20 2023 ના ત્રીજી અને અંતિમ સત્રમાં તમામ રાષ્ટ્રાધ્યક્ષો ભારતની આગેવાનીમાં વન ફ્યૂચરના મુદ્દાને ધ્યાને રાખીને ગહન ચર્ચા અને વિચારણા કરશે. આ બેઠકનાં અંતમાં દિલ્હી ઘોષણા પત્રને પણ ઔપચારિક સ્વીકૃતિ આપવામાં આવશે. જે બાદ G20 2023 સંમેલનને પૂર્ણ જાહેર કરવામાં આવશે, જેમાં ત્રીજુ સત્ર પૂર્ણ થતા જ આવનારા નવા G 20 સંમેલનની અધ્યક્ષતા બ્રાઝિલને સોંપવામાં આવશે.
