પ્રધાનમંત્રી આજે રાયસીના ડાયલોગ 2023નું કરશે ઉદ્દઘાટન, ઈટાલીના PM મુખ્ય મહેમાન તરીકે હાજર રહેશે.
Live TV
-
રાયસીના ડાયલોગનું 8મું સંસ્કરણ 4 માર્ચ સુધી ચાલશે.
નવી દિલ્હીમાં આજથી રાયસીના ડાયલોગનું 8મું સંસ્કરણ શરૂ થશે અને તે 4 માર્ચ સુધી ચાલશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રાયસીના ડાયલોગનું ઉદઘાટન કરશે. ઈટાલીના પ્રધાનમંત્રી જિર્યોજિયો મિલોની ઉદઘાટન સત્રમાં સાંજે 6:30 વાગ્યે મુખ્ય મહેમાન તરીકે હાજર રહેશે. રાયસીના ડાયલોગ 2023માં 100થી વધુ દેશોના પ્રતિનિધિઓ હાજર રહેશે. જેમાં અનેક પ્રતિનિધિ મંત્રાલય, પ્રોદ્યોગિકી ક્ષેત્ર, રણનૈતિક નિપુણતાથી જોડાયેલા હશે. રાયસીના ડાયલોગ ‘ભૂ-રાજનીતિ અને ભૂ-સામરીક વિષયો’ પર સંવાદનો ભારતનો પ્રમુખ કાર્યક્રમ છે. આ વર્ષે ભારત G20ની અધ્યક્ષતા કરી રહ્યું હોવાને કારણે આ રાયસીના ડાયલોગ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના સહયોગથી વિદેશ મંત્રાલય આ રાયસીના ડાયલોગનું આયોજન કરવામાં આવી રહ્યું છે. છેલ્લા આઠ વર્ષોમાં રાયસીના ડાયલોગનું પ્રભુત્ત્વ વધુ રહ્યું છે. આ સંમેલન આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પ્રમુખ વૈશ્વિક સંમેલન તરીકે પ્રતિષ્ઠિત થયું છે. ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઈટાલીના પ્રધાનમંત્રી જિયોર્જિયો મિલોની નવી દિલ્લીમાં સ્થિત હૈદરાબાદ હાઉસમાં દ્વિપક્ષીય, ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દા પર ચર્ચા કરશે. ઈટાલીના પ્રધાનમંત્રી જિયોર્જિયો મિલોની સાથે ઉપપ્રધાનમંત્રી અને વિદેશમંત્રી અને એક ઉચ્ચસ્તરીય વેપાર પ્રતિનિધિમંડળ પણ ભારતના પ્રવાસે છે.
