Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી આજે વારાણસીમાં અખિલ ભારતીય મેયર સમ્મેલનમાં વિડીયો કોન્ફરન્સિંગથી કરશે ઉદ્દઘાટન

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસીમાં આયોજિત અખિલ ભારતીય મેયર સમ્મેલનમાં વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી ઉદ્દઘાટન કરશે. આ સમ્મેલનમાં વિવિધ રાજ્યોના મેયર જોડાશે. સમ્મેલનનો વિષય "નવું શહેરી ભારત" છે. આ અવસરે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અને કેન્દ્રીય આવાસ અને શહેરી વિકાસ મંત્રી પણ ઉપસ્થિત રહેશે. પ્રધાનમંત્રીનો સતત પ્રયાસ રહ્યો છે કે લોકો શહેરી ક્ષેત્રોમાં સરળતાથી રહી શકે. આ માટે સરકાર દ્વારા જુના તેમજ અવિકસિત શહેરોની સ્થિતિ સુધારવા માટે વિવિધ યોજનાઓની શરૂઆત કરવામાં આવી છે. આ પ્રયાસો માટે ઉત્તરપ્રદેશમાં સતત ખાસ કાર્યો કરવામાં આવ્યા છે. શહેરોની પ્રગતિ માટે ઉત્તરપ્રદેશ સરકાર અને શહેરી વિકાસ વિભાગ દ્વારા પ્રાપ્ત કરેલ સિદ્ધિ માટે પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply