રાષ્ટ્રપતિએ ઢાકામાં યોજાયેલ બાંગ્લાદેશનાં 50માં વિજયદિન સમારંભમાં લીધો ભાગ
Live TV
-
રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદે ગઇકાલે ઢાકામાં યોજાયેલ બાંગ્લાદેશનાં પચાસમાં વિજયદિન સમારંભમાં ભાગ લીધો હતો. રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદે સન્માનનીય મહેમાન તરીકે ઢાકાના રાષ્ટ્રીય પરેડ ગ્રાઉન્ડમાં યોજાયેલ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. પરેડમાં ભારતીય સશસ્ત્ર દળોની ત્રણ ટુકડીઓએ પણ ભાગ લીધો હતો. બંન્ને દેશો 16મી ડિસેમ્બરનો દિવસ વિજયદિન તરીકે મનાવે છે. બાદમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, બંગધુ શેખ, મુજીબુર રહેમાનના જન્મશતાબ્દી ઊજવણી સમાપન સમારોહમાં ભાગ લેશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બાંગ્લાદેશની આઝાદીમાં ભાગ લેનાર મુક્તિ યોદ્ધા સાથે મુલાકાત કરશે અને વિવિધ વર્ગના લોકો સાથે વાતચીત કરશે. તેમજ ઢાકા ખાતેનાં સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળોની મુલાકાત પણ લેશે. રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદ બાંગ્લાદેશનાં મુક્તિ યોદ્ધાઓની સાથે સાથે મૂળ ભારતીય લોકોને પણ મળશે.
