પ્રધાનમંત્રી આજે વારાણસીમાં ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે યોજાનાર કોન્કલેવમાં ઉપસ્થિત રહેશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસ માટે વારાણસીની મુલાકાતે જેમાં આજે મુલાકાતના બીજા દિવસે ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે યોજાનારી કોન્કલેવમાં ઉપસ્થિત રહેશે. આ સાથે જ પ્રધાનમંત્રી દિવસ દરમ્યાન બપોરના 3-30 કલાકે સદ્દગુરૂ સદા ફલદેવ વિહંગમ યોગ સંસ્થાનની, સ્વરવેદ મહામંદિર ખાતે મુલાકાત લેશે.
મુખ્યમંત્રીઓ સાથે યોજાનારી કોન્કલેવમાં પ્રધાનમંત્રી આસામ, અરૂણાચલ પ્રદેશ, ગોવા, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મણિપુર, ત્રિપૂરા, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના મુખ્યમંત્રીઓ અને બિહાર અને નાગાલેન્ડના નાયબ મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરશે અને સંબોધન કરશે. આ કોન્કલેવ સરકારી યોજનાઓની ઉત્તમ વ્યવસ્થાઓને પ્રધાનમંત્રીના વિઝન અનુસાર ટીમ ઈન્ડિયાની ભાવના સાથે આગળ ધપાવવા માટેની માહિતીનું આદાન-પ્રદાન કરવાની તક પૂરી પાડશે.
ગઈકાલે પ્રધાનમંત્રીએ કાશી વિશ્વનાથ કોરિડોરનું લોકાર્પણ કર્યું હતું. કાશી વિશ્વનાથ કોરિડોરના લોકાર્પણ બાદ પ્રધાનમંત્રીએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે, 'આજનો દિવસ ઐતિહાસિક છે.' 'આ ભવન નહીં પરંતુ સનાતન-સંસ્કૃતિની પરંપરાનું પ્રતિક છે'. પ્રધાનમંત્રી મોદીએ તમામ શ્રદ્ધાળુઓને નમન કર્યા હતા. કાશી વિશ્વનાથ કોરિડોરનું નિર્માણ કરનાર શ્રમયોગીઓ પર પુષ્પવર્ષા કરી હતી.
