પ્રધાનમંત્રી આજે વૈશ્વિક નવીનીકરણીય ઉર્જા રોકાણ મીટ (રી-ઈન્વેસ્ટ 2020)નું કરશે વર્ચ્યુઅલ ઉદ્ઘાટન
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ત્રીજી ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ ઈન્વેસ્ટ એન્ડ એક્સ્પો (RE-INVEST-2020) નું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરશે. ત્રણ દિવસીય વર્ચુઅલ કોન્ફરન્સ દરમિયાન, તમામ અગ્રણી કંપનીઓ રિન્યુએબલ ઉર્જાના ક્ષેત્રમાં તેમનો નવીનતમ તકનીકી વિકાસ પ્રદર્શિત કરશે અને ઉર્જા સંક્રમણ માટે ઉપલબ્ધ વિવિધ વિકલ્પોની ચર્ચા કરશે.
વિશ્વના અનેક નેતાઓ, 75 દેશોના ઉર્જા મંત્રીઓ અને 200 જેટલા જાણીતા સ્પીકર્સ આ કાર્યક્રમમાં ભાગ લેશે. નવીન અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય દ્વારા આ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. નવીનીકરણીય ઉર્જાના વિકાસ અને જમાવટ માટેના વિશ્વવ્યાપી પ્રયત્નોને વેગ આપવા અને વૈશ્વિક રોકાણ સમુદાયને ભારતીય ઉર્જાના હિસ્સેદારો સાથે જોડવા એ આ સમિટના હેતુ છે. રી-ઇન્વેસ્ટ 2020 માટેની થીમ ‘ઇનોવેશન ફોર સસ્ટેનેબલ એનર્જી ટ્રાંજિશન’ રાખવામાં આવી છે.
