પ્રધાનમંત્રી આજે શિક્ષણ અને કૌશલ્ય ક્ષેત્રના આયોજીત વેબિનારના સત્રને કરશે સંબોધન
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે શિક્ષણ અને કૌશલ્ય ક્ષેત્ર ઉપર આયોજીત વેબિનારના પૂર્ણ સત્રને સંબોધન કરશે. કેન્દ્રીય બજેટ 2022માં થયેલી જાહેરાતોનો અમલ કરવાને મુદ્દે વિચાર મંથન માટે શિક્ષણ મંત્રાલય દ્વારા આ વેબિનારનું આયોજન થયું છે. શિક્ષણ અને કૌશલ્ય ક્ષેત્રના વેબિનારનો હેતુ સરકારી અને ખાનગી ક્ષેત્રના શિક્ષણ તથા ઉદ્યોગ ક્ષેત્રના તજજ્ઞો સાથે વિવિધ ક્ષેત્ર સાથે સંકળાયેલા બજેટ સંબંધિત મુદ્દાના અમલીકરણની દિશામાં આગળ વધવા કાર્યનીતિ પર વિચાર મંથન કરવાનો છે. શિક્ષણ અને કૌશલ્ય ક્ષેત્ર ઉપર આયોજીત વેબિનારમાં વિશ્વકક્ષાના ઉચ્ચ શિક્ષણ માટે ડિજિટલ વિશ્વ વિદ્યાલય, ડિજિટલ શિક્ષક જેવા મહત્વના મુદ્દે મંથન થશે. શિક્ષણ અને કૌશલ્ય ક્ષેત્ર ઉપર આયોજીત વેબિનારમાં વિવિધ મંત્રાલયો અને રાજ્ય સરકારોના અધિકારી, ઉદ્યોગોના પ્રતિનિધી, કૌશલ્ય વિકાસ સંગઠન, શિક્ષણવિદો, વિદ્યાર્થીઓ ભાગ લેશે.
