વિદેશમંત્રી એસ.જયશંકર ફ્રાન્સના પ્રવાસે, બંન્ને રાષ્ટ્રો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો મુદ્દે કરશે ચર્ચા
Live TV
-
વિદેશમંત્રી એસ.જયશંકર ફ્રાન્સના વિદેશ પ્રવાસે પેરિસ પહોંચી ચુક્યા છે. વિદેશમંત્રી એસ.જયશંકરે ફ્રાન્સના વિદેશમંત્રી સાથે દ્વિપક્ષીય સંબંધો, યૂક્રેનની સ્થિતી, હિંદ પ્રશાંત ક્ષેત્ર, ઇરાન પરમાણુ સમજૂતી સહિત અનેક મુદ્દે વ્યાપક ચર્ચા કરી હતી. ભારતના વિદેશમંત્રી અને ફ્રાન્સના વિદેશમંત્રી વચ્ચે વૈશ્વિક ભાગીદારીને મુદ્દે ચર્ચા વિચારણા સકારાત્મક રહી. ત્રણ દિવસના ફ્રાન્સ પ્રવાસ દરમિયાન તેઓ ફ્રાન્સના સશસ્ત્ર દળોના મંત્રી ફ્લોરેન્સ પારલે સાથે પણ મુલાકાત કરશે. વિદેશમંત્રી એશિયા- પ્રશાંત વિષયે યુરોપીય સંઘના વિદેશ મંત્રીના મળેલા સંમેલનને પણ સંબોધિત કરશે. વિદેશમંત્રી એસ.જયશંકર આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ વિમાન એન્જિનનું ઉત્પાદન ભારતમાં કરવા મુદ્દે ફ્રાન્સના વિદેશમંત્રી સાથે ચર્ચા કરશે. બંને વચ્ચે આ મુદ્દે ટેકનોલોજી હસ્તાંતરણ કરવાને મુદ્દે ચર્ચા થવાની સંભાવના છે.
