Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રપતિ વિશાખાપટ્ટનમ ખાતે આજે પ્રેસિડેન્સિઅલ ફલીટ રીવ્યૂની કરશે સમીક્ષા

Live TV

X
  • વિશાખાપટ્ટનમમાં 12માં પ્રેસિડેન્સિઅલ ફલીટ રીવ્યૂનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે વિશાખાપટ્ટનમ ખાતે પ્રેસિડેન્સિઅલ ફલીટ રીવ્યૂમાં ભાગ લેશે. પ્રેસિડેન્સિઅલ ફ્લીટ રીવ્યૂમાં નૌકાદળના 60 થી વધુ યુદ્ધજહાજ અને 55 વિમાન રાષ્ટ્રપતિને સલામી આપશે. દર પાંચ વર્ષે પ્રેસિડેન્સિઅલ ફ્લીટ રીવ્યૂ કાર્યક્રમનું આયોજન થતું હોય છે. આ 12મી પ્રેસિડેન્સિઅલ ફ્લીટ રીવ્યૂ આઝાદીના 75 વર્ષ  પુરા થયાનું પ્રતિક પણ છે. નૌસેના અને તટરક્ષક બળના વાયુયાન પણ પ્રેસિડેન્સિઅલ ફ્લીટ રીવ્યૂમાં ભાગ લેશે. પ્રેસિડેન્સિઅલ ફ્લીટ રીવ્યૂમાં તટરક્ષક બળ અને ભારતીય મર્ચેંટ મરીનના જહાજો પણ ભાગ લેશે. નૌસેનાની શક્તિ પ્રદર્શનનું રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ નિરીક્ષણ કરશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રેસિડેન્સિઅલ ફલીટ રીવ્યૂના કાર્યક્રમમાં પહોંચી ચુક્યા છે. નૌસેના, વાયુસેના અને ભૂમિસેના દળના પ્રમુખ પ્રેસિડેન્સિઅલ ફલીટ રીવ્યૂના કાર્યક્રમમાં પહોંચી ચુક્યા છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ  પ્રેસિડેન્સિઅલ ફલીટ રીવ્યૂના કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply