પ્રધાનમંત્રી આવતીકાલે લોકસભામાં વંદે માતરમની ૧૫૦મી વર્ષગાંઠ પર ચર્ચા કરશે
Live TV
-
રાષ્ટ્રગીત વંદે માતરમની ૧૫૦મી વર્ષગાંઠ પર લોકસભામાં ખાસ ચર્ચા શરૂ થશે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકસભામાં ચર્ચા શરૂ કરશે.
ગયા અઠવાડિયાની શરૂઆતમાં મીડિયાને માહિતી આપતા, સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે આખો દિવસ ચર્ચા બપોરે ૧૨ વાગ્યે શરૂ થશે. તેમણે ઉમેર્યું હતું કે, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાની અધ્યક્ષતામાં મળેલી સર્વપક્ષીય બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે વંદે માતરમ પર ચર્ચા ૮મીએ અને ચૂંટણી સુધારા પર ચર્ચા ૯ ડિસેમ્બરે કરવામાં આવશે.
