Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી દ્વારા દેશમાં કોરોના સંક્રમિત રાજ્યો સાથેની વર્ચુઅલ મીટીંગ યોજાઈ

Live TV

X
  • દેશમાં કોરોના સંક્રમણના વધતા સંકટને પગલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રણ અગત્યની બેઠક કરી હતી.  તેમણે સૌપ્રથમ દેશમા કોવિડની સ્થિતી અંગે  આંતરીક બેઠક કરી હતી.  તે પછી ઉચ્ચ સંક્રમણ ધરાવતા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, છતીસગઢ, ગુજરાત, કેરળ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને  મધ્યપ્રદેશ ઉપરાંત દિલ્હીના મુખ્યમંત્રી સહિત11 રાજ્યોના મુખ્મંત્રીઓએ વર્ચ્યુઅલ માધ્યમથી ભાગ લીધો હતો. બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ અને નીતિ આયોગના સભ્ય ડૉ. વી.કે. પોલ પણ ઓનલાઇન ઉપસ્થિત રહ્યા હતા.  તેમણે જણાવ્યુ હતુ કે સ્વાસ્થ્ય મંત્રાલય રાજ્યોની સાથે સંપર્કમા છે અને સમગ્ર સ્થીતી પર નજર રાખી રહ્યુ છે. પ્રધાનમંત્રીએ દેશમાં ઓક્સિજનની વધતી માંગને પહોંચી વળવા ,  પ્રમુખ ઓક્સિજન નિર્માતાઓ સાથે ચર્ચા - વિચારણા કરી હતી. બેઠકમાં પ્રધાનમંત્રીએ ઓક્સિજનના ઉત્પાદકો  અને કેન્દ્ર સરકાર વચ્ચે તાલમેલ સાધવા પર  ભાર મૂક્યો હતો. બેઠક દરમિયાન પ્રધાનમંત્રીએ ઓક્સિજન સપ્લાયની વ્યવસ્થા સુગમ બનાવવા રેલ્વે અને એરફોર્સને કામગીરી સોંપાઇ હોવાની , વાત કહી હતી.પ્રધાનમંત્રીએ કોરોના મહામારી સામે લડવા દરેક રાજ્યોને એકજૂથ થવા હાકલ કરી હતી. તેમણે  ઉમેર્યુ હતું કે, જો સમગ્ર દેશ એકજૂથ હશે  તો સંશાધનોની ખોટ નહીં વર્તાય. ઉપરાંત આવશ્યક દવાઓની જમાખોરી અને સંગ્રહખોરી કરનારા સામે  કડક કાર્યવાહી હાથ ધરવા પણ પ્રધાનમંત્રીએ આદેશ આપ્યા છે. પ્રધાનમંત્રીએ વધુમાં વધુ લોકો રસીકરણનો લાભ લે તે માટે મિશન મોડમાં કામ કરવાની જરૃર હોવાનું જણાવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply