પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અયોધ્યા સહિત ઉત્તરપ્રદેશ માટે રૂપિયા 15 હજાર 700 કરોડના વિકાસકાર્યો અને પરિયોજનાની આપી ભેટ
Live TV
-
પ્રધાનમંત્રીએ રામપથ, ભક્તિપથ, ધરમપથ અને શ્રી રામ જન્મભૂમિ પથ સહિત વિવિધ વિકાસ કામોનું ઉદ્ઘાટન કર્યું હતુ.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અયોધ્યાની મુલાકાત દરમિયાન વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રામનગરી ઓયોધ્યાને 11 હજાર 100 કરોડ રૂપિયાથી વધુની વિકાસ પરિયોજનાઓની ભેટ આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અયોધ્યા સહિત ઉત્તરપ્રદેશ માટે રૂપિયા 15 હજાર 700 કરોડના વિકાસકાર્યો અને પરિયોજનાની ભેટ આપી છે. જેમાં અયોધ્યામાં રૂપિયા 11 હજાર 100 કરોડથી વધુની વિકાસ પરિયોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ઉત્તર પ્રદેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહર્ષિ વાલ્મિકી આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું. તેઓ શહેરમાં 15 હજાર 700 કરોડના વિવિધ વિકાસ કાર્યક્રમોનું લોકાર્પણ કર્યુ. અગાઉ પ્રધાનમંત્રી આ પ્રસંગે વંદે ભારત અને અમૃત ભારત વિશેષ ટ્રેનોને લીલી ઝંડી બતાવી હતી. પ્રધાનમંત્રી મોદીએ આજે સવારે એરપોર્ટથી અયોધ્યા ધામ રેલવે સ્ટેશન સુધી રોડ શો પણ યોજ્યો હતો જ્યાં મહિલાઓ, સંતો અને વૃદ્ધો સહિત હજારો સ્થાનિક લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું અને સમગ્ર માર્ગમાં ફૂલોની વર્ષા કરી હતી.
પ્રધાનમંત્રી 1450 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે વિકસિત અયોધ્યા એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતુ. આ ટર્મિનલ બિલ્ડીંગ રામ મંદિર સ્થાપત્યને પ્રતિબિંબિત કરે છે. પ્રધાનમંત્રીએ રામપથ, ભક્તિપથ, ધરમપથ અને શ્રી રામ જન્મભૂમિ પથનું ઉદ્ઘાટન કર્યું હતુ. તેઓ 2180 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે વિકસિત થનારી ગ્રીનફિલ્ડ ટાઉનશિપનો શિલાન્યાસ પણ કર્યો હતો. પ્રધાનમંત્રીની મુલાકાતના પગલે અયોધ્યામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
PM મોદીએ ઉત્તર પ્રદેશમાં અયોધ્યા ધામ જંકશન રેલવે સ્ટેશન તરીકે ઓળખાતા પુનઃવિકાસિત અયોધ્યા રેલ્વે સ્ટેશનનું પણ ઉદ્ઘાટન કર્યું. સ્ટેશન અયોધ્યાના આગામી શ્રી રામ મંદિરના મંદિર સ્થાપત્યને પ્રતિબિંબિત કરે છે. દરરોજ લગભગ એક લાખ મુસાફરોની સુવિધા માટે આ સ્ટેશન 240 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે વિકસાવવામાં આવ્યું છે. ત્રણ માળનું આધુનિક રેલ્વે સ્ટેશન બિલ્ડીંગ તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ છે.
ઉપરાંત પ્રધાનમંત્રી મોદીએ સુપરફાસ્ટ પેસેન્જર ટ્રેનોની નવી શ્રેણી - અમૃત ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી. આ છે દરભંગા-અયોધ્યા-આનંદ વિહાર ટર્મિનલ અમૃત ભારત એક્સપ્રેસ અને માલદા ટાઉન-સર એમ. વિશ્વેશ્વરાય ટર્મિનસ (બેંગલુરુ) અમૃત ભારત એક્સપ્રેસ. સારી પ્રવેગકતા માટે આ ટ્રેન બંને છેડે એન્જિન ધરાવે છે. અમૃત ભારત એક્સપ્રેસ રેલ મુસાફરો માટે સુંદર ડિઝાઇન કરેલી સીટો, વધુ સારી લગેજ રેક, મોબાઇલ ધારકો સાથે મોબાઇલ ચાર્જિંગ પોઇન્ટ, એલઇડી લાઇટ, સીસીટીવી, જાહેર માહિતી સિસ્ટમ જેવી વધુ સારી સુવિધાઓ પૂરી પાડે છે. વડાપ્રધાને છ નવી વંદે ભારત ટ્રેનને પણ લીલી ઝંડી બતાવી હતી. તેમાં શ્રી માતા વૈષ્ણો દેવી કટરા-નવી દિલ્હી વંદે ભારત એક્સપ્રેસ, અમૃતસર-દિલ્હી વંદે ભારત એક્સપ્રેસ, કોઈમ્બતુર-બેંગ્લોર કેન્ટ વંદે ભારત એક્સપ્રેસ, મેંગલોર-મડગાંવ વંદે ભારત એક્સપ્રેસ, જાલના-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ અને અયોધ્યા-આનંદ વિહાર ટર્મિનલ વંદે ભારત એક્સપ્રેસનો સમાવેશ થાય છે. એક્સપ્રેસ.