પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોલકતામાં વિશાળ જનસભાને સંબોધિત કરી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જનસભામાં કહ્યું છે કે, આવનારા પાંચ વર્ષોમાં પશ્ચિમ બંગાળનો વિકાસ એ આવનારા 25 વર્ષોનો વિકાસ નક્કી કરશે, જ્યારે દેશ વર્ષ 2047માં સ્વતંત્રતાની શતાબ્દી ઉજવી રહ્યો હશે. પ્રઘાનમંત્રીએ આજે કોલકત્તામાં પશ્ચિમ બંગાળ વિધાનસભાની આગામી ચૂંટણીમાં ભાજપનાં ચૂંટણી પ્રચારનો એજંડા નક્કી કરતાં કહ્યું કે, આ વખતે જનતા માત્ર સરકાર ચૂંટવા માટે જ વોટ નહીં આપે પરંતુ રાજ્યને વિકાસનાં નવા રસ્તા ઉપર પણ લાવશે. તેમણે કહ્યું કે, મમતા બેનર્જીનાં પક્ષ તૃણમુલ કોંગ્રેસે રાજ્યનાં લોકોએ તેમના પર મુકેલો વિશ્વાસ તોડી નાખ્યો છે. મોદીએ કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર બન્યા પછી ઘણાં વિકાસ કાર્ય કરવામાં આવશે. ફિલ્મ અભિનેતા મિથુન ચક્રવર્તી આજે ભાજપમાં જોડાયા હતા. દરમિયાન, તૃણમુલ કોંગ્રેસનાં વડા અને પશ્વિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રસોઇ ગેસ સીલીન્ડરનાં વધતા ભાવોનાં વિરોધમાં સીલીગુડીમાં મહિલાઓની વિરોધ પ્રદર્શન રેલી યોજીને આ મુદ્દે ભાજપ સરકાર પર નિશાન સાધ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં આક્ષેપોનો જવાબ આપતાં સુશ્રી બેનર્જીએ કહ્યું કે, બંગાળમાં મહિલાઓ સુરક્ષિત છે પરંતુ ભાજપ શાસિત ઉત્તરપ્રદેશમાં મહિલાઓ સુરક્ષિત નથી. તેમણે પશ્વિમ બંગાળમાં તેમની સરકારે કરેલા વિકાસકાર્યોની પણ છણાવટ કરી.
