Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના હેઠળ આગામી છ વર્ષમાં તમામ શ્રેણીની આરોગ્ય સેવાઓ મજબૂત બનાવાશે

Live TV

X
  • પ્રધાનમંત્રી આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના હેઠળ આગામી છ વર્ષમાં પ્રાથમિક સ્તરથી લઈને તમામ શ્રેણીની આરોગ્ય સેવાઓ મજબૂત બનાવાશે. આરોગ્ય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધને ગઈકાલે ટેક ભારત – 2021નાં ઉદ્ઘાટન સત્રમાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, આ હેતુથી છ વર્ષમાં 64 હજાર કરોડ રૂપિયાનો યોજનાકીય ખર્ચ કરાશે. ભારત સરકાર નાગરિકોનાં આરોગ્ય અને સુખાકારી પ્રત્યે પ્રતિબદ્ધ છે, તેમ જણાવીને હર્ષવર્ધને કહ્યું કે, આ વર્ષનાં બજેટમાં આરોગ્ય ક્ષેત્ર માટે બે લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ છે. તેમણે ભારતની આયુર્વેદ, યુનાની જેવી પારંપારિક ચિકિત્સા પદ્ધતિમાં વૈજ્ઞાનિક ઢબે વધુ સંશોધન ઉપર ભાર મૂક્યો હતો. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply