સંપૂર્ણ રીતે મહિલાઓ દ્વારા સંચાલિત જહાજને કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાએ લીલી ઝંડી આપી
Live TV
-
શિપીંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના પ્રોડક્ટ કેરિયર જહાજ MT સવર્ણ ક્રિષ્નાને લીલી ઝંડી આપવા સાથે શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SCI)એ વધુ એક સિદ્ધી હાંસલ કરી છે. આ જહાજનું સંપુર્ણ સંચાલન મહિલાઓ કરવાની છે. જહાજના દરેક વિભાગમાં મહિલાઓ કામ કરીને સંચાલશથી ઈતિહાસ સર્જાયો છે.
કેન્દ્રીય બંદર, શીપીંગ અને જળમાર્ગ રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) મનસુખ માંડવીયાએ 6 માર્ચના રોજ જે.એન.પી.ટી. લિક્વિડ બર્થ જેટીથી જહાજને વર્ચુઅલી લીલી ઝંડી આપી હતી. “તમામ મહિલા અધિકારીઓના નૌકાયન” (All Women Officers’ Sailing) નામ અપાયુ છે. આ સાથે શીપીંગ કોર્પોરેશન ઓફ ઇન્ડીયાએ તેના હિરક જયંતી ઉજવણીના ભાગરૂપે અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે વધુ એક સિદ્ધિ હાંસલ કરી હતી.
વિશ્વના મેરીટાઇમ ઈતિહાસમાં આ પહેલીવાર થઈ રહ્યુ છે, જ્યારે તમામ મહિલા અધિકારીઓ દ્વારા કોઈ જહાજ ચલાવવામાં આવી રહ્યું હોય. કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયાએ વૈશ્વિક દરિયાઇ સમુદાયમાં ભારતીય રાજદૂત તરીકેની ભૂમિકા ભજવનારી અને રાષ્ટ્રને ગૌરવ અપાવનારી મહિલા સાગરખેડૂઓના યોગદાન અને બલિદાનને સ્વીકાર્યું હતું. એસસીઆઈના સીએમડી શ્રીમતી એચ. કે. જોશીએ દરિયાઇ ક્ષેત્રે 'સંપૂર્ણ પરિવર્તન'ની અનુભૂતિ માટે એસસીઆઈના અવિરત પ્રયાસોની વાત કરી હતી. તેમણે કહ્યું કે એસીઆઇએ એવી સાગરખેડૂ મહિલાઓના 'સશક્ત નારીત્વ'ને ઓળખ આપી છે અને તેનું સન્માન કર્યું છે.
આ જહાજના પ્રસ્થાનનો મુખ્ય ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, 8 માર્ચ 2021 (IWD 2021) ની “નેતૃત્વમાં મહિલાઓ: કોવિડ -19 વિશ્વમાં સમાન ભવિષ્ય પ્રાપ્ત કરવું” થીમ અને વર્ષ 2019 ની આઇએમઓ થીમ - "મેરીટાઇમ કમ્યુનિટિમાં મહિલાઓનું સશક્તિકરણ કરવું" સાથે અનુરુપ છે. સાથે જ COVID-19 ના સમયમાં મહિલાઓની કામગીરીને બિરદાવવાનો અને પુરુષ પ્રભુત્વ ધરાવતા ક્ષેત્રમાં મહિલાઓ દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલી અનેક સિદ્ધિઓની ઉજવણી કરવાનો ઉદેશ્ય છે.
