પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્રમ્પના આભાર પર કહ્યું- મુશ્કેલ સમય મિત્રોને નજીક લાવે છે, કોરોનાથી જીતીશું
Live TV
-
કોરોના સાથેના યુદ્ધમાં ભારતે સંજીવની હાઇડ્રોક્સાઇક્લોરોક્વિન દવાના નિકાસને મંજૂરી આપી. આ પછી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે થેન્ક્સ ઈન્ડિયા કહ્યુ. પ્રધાનમંત્રીનો માન્યો આભાર
પીએમ નરેન્દ્ર મોદીએ ગુરુવારે તેના ટ્વિટર પર લખ્યું, 'રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, હું તમારી સાથે સંપૂર્ણ સંમત છું. આવા સમય મિત્રોને નજીક લાવે છે. ભારત-અમેરિકાની ભાગીદારી પહેલા કરતા વધુ મજબૂત છે. કોરોના સામે લડવામાં માનવતાને મદદ કરવા માટે ભારત શક્ય તમામ પ્રયાસો કરશે (સીઓવીડ -19) આપણે આ મળીને જીતીશું.
આ અગાઉ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, મુશ્કેલ સંજોગોમાં મિત્રો વચ્ચે વધુ સહકારની જરૂર છે. હાઇડ્રોક્સિક્લોરોક્વિન અંગે નિર્ણય લેવા બદલ ભારત અને તેના લોકોનો આભાર. અમે આ ક્યારેય ભૂલી શકતા નથી. આ સહકાર બદલ વડા પ્રધાન મોદીનો આભાર.
