આવકવેરા વિભાગે તાત્કાલિક 5 લાખ સુધીનું રિફંડ મુક્ત કરવા આદેશ આપ્યો, 14 લાખને લાભ
Live TV
-
સરકારના આ નિર્ણયથી 14 લાખ કરદાતાઓને લાભ થશે
આવકવેરા વિભાગે કોરોના વાયરસથી લોકડાઉન વચ્ચે સામાન્ય કરદાતાઓ અને ઉદ્યોગપતિઓને મોટી રાહત આપી છે. હકીકતમાં, દેશવ્યાપી લોકડાઉનને પગલે નાણાં મંત્રાલયે આર્થિક સંકટને કારણે આવકવેરા વિભાગને તાત્કાલિક 5 લાખ રૂપિયા સુધીના ટેક્સ રિફંડ જારી કરવા આદેશ આપ્યો છે.આ નિર્ણયથી આશરે 14 લાખ કરદાતાને સીધો લાભ મળશે.આ ઉપરાંત GST તથા કસ્ટમ વિભાગમાં પડતર તમામ રિફંડ પણ જારી કરવામાં આવશે. તેનાથી આશરે 1 લાખ કારોબારીઓને લાભ મળશે. નાણાં મંત્રાલયના જણાવ્યા પ્રમાણે તાત્કાલિક રિફંડ આપવાની પ્રક્રિયામાં આશરે 18 હજાર કરોડ રૂપિયા કરદાતાને પરત મળશે.
ક્લીક કરો - http://www.mca.gov.in/Ministry/pdf/Circular14_08042020.pdf
