પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દરેક ગામડાઓના સરપંચને લખ્યો પત્ર
Live TV
-
વરસાદી પાણીનો સંગ્રહ કરવા અને વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા આહવાન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતો મોટા પ્રમાણમાં વાવણી કરી શકે તે હેતુથી દેશના દરેક ગામડાના સરપંચોને એક પત્ર લખીને વરસાદી પાણીનો સંગ્રહ કરવા અને વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા આહવાન કર્યું છે..તો પ્રધાનમંત્રીના આ આહેવાનને ચરિતાર્થ કરવા તાપી જિલ્લાના બુહારી ગામમાં કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. બુહારી ગામમાં રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમની કામગીરી હાથ ધરાઈ છે.આ સિસ્ટમ અંતર્ગત ઘરોના છાપરા પરથી પડતું પાણી પાઈપલાઈન વડે જમીનમાં ખોદવામાં આવેલા એક ટાંકામાં એકઠુ કરવામાં આવશે.ત્યારબાદ આ પાણીને વિવિધ પ્રક્રિયા દ્વારા શુદ્ધ કરીને પીવાલાયક બનાવવામાં આવશે.બુહારી ગામમાં હાલ 32 જેટલા રેઈન વોટર હાર્વેસ્ટિંગ ટાંકા બનાવવામાં આવશે.
