Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં રૂપિયા 33,500 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં રૂપિયા 33,500 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. સાથે સાથે તેમણે   GPRA પુનર્વિકાસ યોજના હેઠળ અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ  કર્યો હતો. 15,200 કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટ્સનો નવીન સ્વ-નિર્ભર નાણાકીય મોડેલ દ્વારા પુનર્વિકાસ કરવામાં આવ્યો છે.  પરિયોજનાઓ નવી દિલ્હીના સરોજિની નગરને તાજી નગર, કસ્તુરબા નગર અને શ્રીનિવાસપુરી જેવા મુખ્ય વિસ્તારોમાં સંચાલિત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરોજિની નગરમાં જનરલ પૂલ હાઉસિંગ ફેસિલિટી GPRA ટાઇપ 5 ની મુલાકાત પણ લીધી અને મહિલા લાભાર્થીઓને ચાવીઓ સોંપી. હતી., તેમજ મહિલાઓ સાથે સંવાદ પણ કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, દિલ્હી ફક્ત ભારતની રાજધાની નથી. તે ભારતની ઓળખ પણ છે. તે ભારતની ઊર્જાનું પ્રતીક છે. તેથી, દિલ્હીનો વિકાસ ફક્ત એક શહેરનો વિકાસ નથી. તે સમગ્ર દેશની છબી સાથે જોડાયેલો છે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હી મેટ્રોના બે નવા કોરિડોરનું પણ લોકાર્પણ કર્યું હતું. જેમાં મજલિસ પાર્ક અને મૌજપુર બાબરપુર વચ્ચે 12 કિલોમીટર લાંબો પિંક લાઇન કોરિડોર અને દીપાલી ચોક અને મજલિસ પાર્ક વચ્ચે આશરે 10 કિલોમીટર લાંબો મેજેન્ટા લાઇન કોરિડોર સામેલ છે. આ દિલ્હીના બુરારી, જગતપુર-વઝીરાબાદ, ખજુરી ખાસ, ભજનપુરા, યમુના વિહાર, મધુબન ચોક, હૈદરપુર બાદલી મોર, ભલસ્વા અને મજલિસ પાર્ક વિસ્તારોમાં મુસાફરોને સુવિધા આપશે. આ ઉપરાંત તેઓએ દિલ્હી મેટ્રોના ફેઝ 5A હેઠળ કુલ 16 કિલોમીટરથી વધુ લંબાઈના ત્રણ નવા કોરિડોરનો શિલાન્યાસ પણ કર્યો હતો. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-03-2026 Max Temp : °C Min Temp : °C
apply