પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાપુઆ ન્યુ ગિનીના પ્રધાનમંત્રી સાથે દ્વીપક્ષિય વાતચીત કરી
Live TV
-
પાપુઆ ન્યુ ગિનીના પ્રવાસે ગયેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાપુઆ ન્યુ ગિનીના પ્રધાનમંત્રી સાથે આજે દ્વીપક્ષિય વાતચીત કરી હતી.
પાપુઆ ન્યુ ગિનીના પ્રવાસે ગયેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાપુઆ ન્યુ ગિનીના પ્રધાનમંત્રી સાથે આજે દ્વીપક્ષિય વાતચીત કરી હતી. સાથે જ ભારત-પેસિફિક ટાપુઓ સહકાર મંચની ત્રીજી સમિટને સંબોધિત કરી હતી. જેમાં PM મોદીએ કહ્યું કે, કોવિડ મહામારીની સૌથી વધુ અસર ગ્લોબલ સાઉથ દેશો પર થઈ હતી. આ દેશો પર આબોહવા પરિવર્તન, કુદરતી આપત્તિ, ભૂખમરો, ગરીબી અને આરોગ્ય સંબંધિત પડકારો પહેલાથી જ છે. તો હાલ ઈંધણ, ખાતર અને ફાર્મા જેવી નવી સમસ્યાઓ પણ ઊભી થઈ રહી છે. ત્યારે ભારત પેસિફિક દ્વીપના આ દેશો સાથે હંમેશા ઉભું છે.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, અમે સ્વતંત્ર ઈન્ડો-પેસિફિકને સમર્થન આપીએ છીએ. તો પાપુઆ ન્યુ ગીનીના પ્રધાનમંત્રીએ કોન્ફરન્સમાં હાજરી આપવા બદલ PM મોદીનો આભાર માનતા કહ્યું કે, ભારત અને અમારો ઈતિહાસ એક સમાન રહ્યો છે. પાપુઆના પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ 'થિરુક્કુરુલ ઈન ટોક પિસિન' પુસ્તકનું વિમોચન પણ કર્યું હતું. આપને જણાવી દઈએ કે, પ્રથમ વખત કોઈ ભારતીય પ્રધાનમંત્રીએ પાપુઆ ન્યૂ ગિનાની પ્રવાસે ગયા છે. પ્રધાનમંત્રી જ્યારે પાપુઆ પહોંચ્યા ત્યારે તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતીય સમુદાયના લોકોને પણ પ્રધાનમંત્રી મળ્યા હતા.