Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી ખેડૂત સન્માન નિધિ યોજના કરી લોન્ચ

Live TV

X
  • આ યોજના અંતર્ગત દેશના 12 કરોડથી પણ વધુ ખેડૂતોના ખાતામાં વાર્ષિક રૂપિયા 6 હજાર જમા થશે

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના ગોરખપુરથી ઐતિહાસિક પ્રધાનમંત્રી ખેડૂત સન્માન નિધિ યોજના લોન્ચ કરી હતી. આ યોજના અંતર્ગત દેશના 12 કરોડથી પણ વધુ ખેડૂતોના ખાતામાં વાર્ષિક રૂપિયા 6 હજાર જમા થશે. પ્રથમ હપ્તાના રૂપમાં 31 માર્ચ સુધીમાં ખેડૂતોના બેન્ક ખાતામાં રૂપિયા 2000 જમા થવાના છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગોરખપુર -આઝમગઢ લીન્ક એક્સપ્રેસ વે ગોરખપુર -કંડલા L.P.G. પાઇપ લાઇનની આધાર શિલા પણ મૂકી હતી.કંડલા -ગોરખપુર L.P.G.પાઇપ લાઇન ખૂબ જ મહત્વની યોજના છે. પ્રધાનમંત્રીએ આ ઉપરાંત અનેક વિકાસ યોજનાની આધાર શિલા મૂકી હતી. પ્રધાનમંત્રીએ એઈમ્સ O.P.D.સેવાનો શુભારંભ પણ કરાવ્યો હતો. સમારંભમાં કૃષિમંત્રી રાધા મોહનસિંહ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને વિસ્તારના સાંસદો પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રીએ યોજનાનો શુભારંભ કરાવતા જણાવ્યું હતું કે દર વર્ષે દેશભરના ખેડૂતોના બેન્ક ખાતામાં રૂપિયા 75 હજાર કરોડ સીધા જમા કરવાનું કેન્દ્ર સરકારનું લક્ષ્યાંક છે. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ વિપક્ષ પર પણ પ્રહાર કર્યા હતા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply