પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 'પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના'ની કરી જાહેરાત
Live TV
-
'પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના' દ્વારા ભારત ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભર બનશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 'પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના'ની જાહેરાત કરી છે. આ અંતર્ગત 1 કરોડ પરિવારોને રૂફટોપ સોલાર સિસ્ટમ આપવામાં આવશે.
એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે; "દેશના લોકો પાસે તેમની છત પર સોલર સિસ્ટમ હોવી જોઈએ". તેમણે વધુ ઉમેરતાં કહ્યું કે; "આનાથી માત્ર ગરીબ અને મધ્યમ વર્ગના વીજળી બિલમાં ઘટાડો થશે એટલું જ નહીં, પરંતુ ભારત ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભર બનશે.
